સુત્રાપાડા

સુત્રાપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના સુત્રાપાડા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. સુત્રાપાડા અરબી સમુદ્રના પશ્ચિમ કાંઠા પર આવેલું છે. સુત્રાપાડાની નજીકના વિસ્તારમાં ખારું પાણી હોવાથી નારિયેળીનું વાવેતર વધારે પ્રમાણમાં જોવા મળે છે. સુત્રાપાડાથી સોમનાથ મહાદેવ ૧૫ કિ.મી. દુર આવેલું છે, જે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.

 

ભૌગોલિક પરિસ્થિતિની માહિતી. 

ભૌગોલિક પરિસ્થિતિ    -  20°50′40″N 70°28′54″E

શહેરની વસ્તી  -  (સને ૨૦૧૧ અંદાજીત વસ્તી) ૩,૮૩૨ કુટુંબો મળી ૨૨,૪૦૪ છે. જેમાં ૧૧,૫૨૭ પુરુષો અને ૧૦,૮૭૭ સ્ત્રીઓ છે

ખેતી / પાક    - મગફળી, ઘઉં, નારિયેળી,

શૈક્ષણિક માહિતી 

આ સંકુલમાં જુદી-જુદી સ્કુલો, જુદી-જુદી કોલેજો જેવી કે, બી.એડ., એમ.બી.એ, આર્ટસ એન્ડ સાયન્સ, હોમ સાયન્સ, કોમર્સ વિગેરે કોલેજો તેમજ આઈ.ટી.આઈ. આવેલા છે.

 

સરકારી કચેરીઓ

સુત્રાપાડા  નગરમાં નીચે મુજબની કચેરીઓ આવેલી છે

  • મુખ્ય સિવિલ જજ અને જયુડીશીયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી
  • મામલતદારશ્રીની કચેરી,
  • સબ રજીસ્ટ્રાર કચેરી,
  • તાલુકા પંચાયત કચેરી,
  • પોલીસ સ્ટેશન,
  • પોસ્ટ ઓફીસ,
  • બી.આર.સી. ભવન
  • હોસ્પીટલો
  •  સામુહિક આરોગ્ય કેન્દ તથા ખાનગી હોસ્પીટલો આવેલ છે.