ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડીઝીટલ ઇન્ડીયાના અભિગમને ચરિતાર્થ કરવા માટે સુત્રાપાડા નગરપાલિકાની વેબસાઇટ તથા મોબાઇલ એપ્લીકેશનનું લોંચીંગ તારીખ-૨૪/૦૬/૨૦૧૯ ને સોમવાર સાંજે ૬.૦૦ કલાકે રાજયના માન. પુર્વ મંત્રી શ્રી જશાભાઇ બારડના હસ્તે લોંચીંગ કરવામાં આવ્યુ આ વેબસાઇટમાં વિવિધ પ્રકારની જેવી કેનગરપાલિકા વિશે જાણકારી મહત્વનાં ફોર્મ ઉપલબ્ધ રહેશે તેમજ શહેરની વિવિધ સરકારી સંસ્થાઓના ફોન નંબરની વિગત તથા લોકોની ફરીયાદો તથા સુચનો પણ આ વેબસાઇટ દ્વારા આશાનીથી મોકલી શકશે અને સાથે સાથે નગરપાલિકાના મહત્વની સુચનાઓ રેગ્યુલર મળશે આ તકે ગુજરાતનાં પુર્વ મંત્રી શ્રી જશાભાઇ બારડે નગરપાલિકાની વેબસાઇટ અને મોબાઇલ એપ્લીકેશન ખુલ્લી મુકી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી દિલીપભાઇ બારડ તેમજ ઉપપ્રમુખ શ્રી દશરથસિંહ છત્રસિંહ સરવૈયા, રસીદભાઇ મલેક જેશીંગભાઇ બારડ રમેશભાઇ વડાંગર અને નગરપાલિકાના તમામ સદસ્યો અને ચીફ ઓફીસરશ્રી મયુરભાઇ જોષી તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહ્યા હતા.